ગરબા

માઁ તમે ગરબે રમવાને આવો – નવરાત્રી વિશેષ ગુજરાતી ગરબા ગીત

August 15, 20255 min read
માઁ તમે ગરબે રમવાને આવો – નવરાત્રી વિશેષ ગુજરાતી ગરબા ગીત

માઁ તમે ગરબે રમવાને આવો
માડી તમે ગરબે રમવાને આવો (2)

ગણેશ લાવજો ને, કાર્તિકેય લાવજો...(2)
શંકર ભગવાન તમે...ભોલાજી નાથ તમે..., પાર્વતીને લાવજો...| ગરબે રમવાને...(2)

રાધાજી આવશે ને...કાન્હાજી આવશે, કાનુડા નુ નામ લઈને ગોપીઓ અવશે(2)
કૃષ્ણ ભગવાન તમે...વૃંદાવન નાથ તમે, ચાંચર મા લાવશે... | ગરબે રમવાને...(2)

ઇન્દ્રદેવ આવશે... ઇન્દ્રાણી લાવશે ને આંગળીયે માવડીના સાથિયા પૂરાવશે(2)
ગરબા ના તાલે માડી ઝાંઝરી ઝમકાવશે, કુમ કુમ પગલીયે માઁ લાલીમા પથરાવશે...

હે...માઁ...(4)

હે..આદિ અવલંબા દેવી દિગંબમ, જય જગદંબા હર અંબા
પ્રતી ચિરાણ પ્રણમ્બા ઝણણ ઝધુંબા , ઝાક ઝણુમ્ભા ધર અંબા
નહુદીપ તંબા ચોસઠ અંબા, રમે કદંબા નવરાત્રી
અગ્રવાસી અખંડી પ્રગટ પ્રચંડી રમીએ ચંડી પરભાતી

Share this wisdom
Continue Reading